ઉત્પત્તિ 32
Gujarati: પવિત્ર બાઈબલ
યાકૂબ અને એસાવનું મિલન
32 યાકૂબે પણ તે સ્થળ છોડયું. જયારે તે પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે તેણે દેવના દૂતો જોયા. 2 તેમને જોઈને યાકૂબે કહ્યું, “આ તો દેવની છાવણી છે!” આથી તેણે તે જગ્યાનું નામ “માંહનાઈમ” પાડયું.
3 યાકૂબનો ભાઈ એસાવ “સેઇર” પ્રદેશમાં રહેતો હતો. તે અદોમનો પહાડી પ્રદેશ હતો. યાકૂબે એસાવની પાસે ખેપિયાઓને મોકલ્યા. 4 યાકૂબે ખેપિયાઓને કહ્યું કે, “માંરા વડીલ એસાવને તમે એવું કહેજો કે, તમાંરો સેવક યાકૂબ કહે છે કે, ‘હું લાબાનને ત્યાં જઈ વસ્યો હતો અને અત્યાર સુધી ત્યાં રહ્યો હતો. 5 માંરી પાસે ગાય, બળદ, ગધેડાં, બકરાં, ઘેટાં અને સેવકો મોટી સંખ્યામાં છે. અમને સ્વીકારવાનું કહેવા હું તમને આ સંદેશો મોકલું છું.’”
6 ખેપિયાઓ પાછા આવીને યાકૂબને કહ્યું, “અમે તમાંરા ભાઈ એસાવ પાસે ગયા હતા. તે તમને મળવા આવી રહ્યો છે. તેની સાથે 400 સશસ્ર યોદ્વાઓ છે.”
7 ખેપિયાઓની વાત સાંભળી યાકૂબ ગભરાઈ ગયો. તેણે પોતાની સાથેના બધા માંણસોને બે ટોળીમાં વહેંચી નાખ્યા અને પોતાનાં બધાં જ ઢોરો, ઘેટાંબકરાં અને ઊંટોને પણ બે ભાગમાં જુદા પાડયાં. 8 યાકૂબે વિચાર્યુ, “એસાવ આવીને એક ટોળી પર હુમલો કરે, તો બીજી ટોળી ભાગી જઈને બચી જાય.”
9 યાકૂબે કહ્યું, “હે માંરા પૂર્વજ ઇબ્રાહિમના દેવ, હે માંરા પિતા ઇસહાકના દેવ! તેં જ મને કહ્યું હતું કે, ‘તારા દેશમાં તારા વતનમાં પાછો જા, હું તારું ભલું કરીશ.’ 10 તેં માંરા પર ધણી કરુણા બતાવી છે. તમે માંરા માંટે જે બધું સારું કર્યુ છે. તે માંટે હું યોગ્ય નથી. મે યર્દન નદી પહેલી વાર ઓળંગી ત્યારે માંરી પાસે ફકત માંરી લાકડી જ હતી, અને અત્યારે માંરી પાસે એટલી બધી વસ્તુઓ છે કે, હું તે બધીને પૂરા બે ભાગમાં અને બે ટોળીમાં વહેંચી શકું. 11 હું તમને પ્રાર્થના કરું છું કે, કૃપા કરીને મને માંરા ભાઈ એસાવના હાથમાંથી બચાવો. મને એનો ભય છે કે, રખેને તે આવીને અમને બધાંને, માંરા દીકરાઓને તેઓની માંઓ સુદ્વાંને માંરી નાખે. 12 હે યહોવા, તમે મને વચન આપ્યું હતું કે, ‘હું તારું ભલું કરીશ, અને તારા વંશજોને સમુદ્રની રેતીના રજ જેટલા બનાવીશ કે, જેને કોઈ ગણી ન શકે.’”
13 તે રાત્રે યાકૂબે ત્યાં જ મુકામ કર્યો. યાકૂબે પોતાની પાસે જે કાંઈ હતું તેમાંથી કેટલીક વસ્તુઓ પોતાના ભાઈ એસાવને ભેટ આપવા પસંદ કરી: 14 બકરીઓ 200, બકરાઓ 20, અને 200 ઘેટીઓ, 20 ધેટા, 15 ઊઁટડીઓ 30, તેઓના બચ્ચાં સાથે, તથા 40 ગાયો અને 10 ગોધાઓ, 20 ગધેડીઓ અને 10 વછેરા. 16 આ બધાં તેણે જુદાં જુદાં ટોળાંમાં પોતાના નોકરોને સોંપ્યાં અને કહ્યું, “માંરી આગળ ચાલો, અને એક ટોળાં અને બીજા ટોળાં વચ્ચે જગ્યા રાખજો.” 17 યાકૂબે તેમને હુકમ કર્યો અને પ્રાણીઓના પહેલા ટોળા સાથેના સેવકને સૂચના આપી કે, “જો માંરો ભાઈ એસાવ તમને મળે અને પૂછે કે, ‘તમે કોના સેવક છો? તમે કયાં જાઓ છો? અને આ તમાંરી આગળનાં ઢોરનાં માંલિક કોણ છે?’ 18 ત્યારે જવાબ આપજો, ‘એ તો આપના સેવક યાકૂબનાં છે, અને એના વડીલ એસાવ માંટે ભેટમાં મોકલ્યાં છે; અને યાકૂબ પોતે અમાંરી પાછળ જ આવે છે.’”
19 એ જ રીતે તેણે ઢોરોના ટોળાં પાછળ ચાલતા બીજા માંણસને, ત્રીજા માંણસને અને બધાં જ માંણસોને સૂચના આપી કે, “જયારે તમે લોકો એસાવને મળો ત્યારે આ એક જ વાત કહેજો. 20 વધુમાં કહેજો કે, ‘આ તમાંરી ભેટ છે, અને આપનો સેવક યાકૂબ પણ લોકોની પાછળ આવી રહ્યો છે.’”
યાકૂબે વિચાર્યુ, “જો હું આ માંણસોને ભેટ સાથે આગળ મોકલું તો શકય છે કે, કદાચ એસાવ મને માંફ કરે અને માંરો સ્વીકાર કરે.” 21 એટલા માંટે યાકૂબે એસાવને ભેટ તેની આગળ આગળ મોકલી પરંતુ યાકૂબ પોતે તે રાત્રે પોતાની છાવણીમાં જ રહ્યો.
22 તે રાત્રે મોડેથી યાકૂબ ઊઠયો અને પોતાની બે પત્નીઓ, બે દાસીઓ, અને અગિયાર બાળકોની સાથે યાબ્બોક નદીને પાર ચાલ્યો ગયો. 23 યાકૂબે પોતાની પત્નીઓ અને બાળકોને તેમજ પોતાની બધી મતાને નદીની પાર મોકલી દીધાં અને તે એકલો રહી ગયો.
દેવ સાથે દ્વંદ્વ યુદ્વ
24 યાકૂબ નદીને પાર કરનાર છેલ્લો માંણસ હતો. પરંતુ પાર કરતા પહેલાં જયારે તે એકલો હતો ત્યારે એક માંણસ આવ્યો અને તેની સાથે કુસ્તી કર્યા કરી. જયાં સુધી સૂરજ ના ઊંગ્યો ત્યાં સુધી તે વ્યકિએ યાકૂબ સાથે કુસ્તી કર્યા કરી. 25 તે વ્યકિતએ જયારે જોયું કે, પોતે યાકૂબને હરાવી શકતો નથી ત્યારે તેણે યાકૂબના જાંઘના સાંધા પર ઠોંસો માંર્યો અને યાકૂબ કુસ્તી કરતો હતો ત્યાં જ તેની જાંઘનો સાંધો ઊતરી ગયો.
26 પછી તે વ્યકિતએ યાકૂબને કહ્યું, “પરોઢ થવા આવ્યું છે, એટલે મને છોડી દો.”
પરંતુ યાકૂબે કહ્યું, “જયાં સુધી તું મને આશીર્વાદ નહિ આપે ત્યાં સુધી હું તને છોડીશ નહિ.”
27 એટલે પેલા વ્યકિતએ પૂછયું, “તારું નામ શું છે?”
અને યાકૂબે કહ્યું, “માંરું નામ યાકૂબ છે.”
28 પછી પુરુષે કહ્યું, “હવે તારું નામ યાકૂબ નહિ પણ ઇસ્રાએલ કહેવાશે. કારણ કે તેં દેવ સાથે તથા પુરુષો સાથે લડીને વિજય મેળવ્યો છે.”
29 પછી યાકૂબે પેલાને પૂછયું, “કૃપા કરીને મને જરા તમાંરું નામ કહેશો?”
પરંતુ પેલી વ્યકિતએ કહ્યું, “તું માંરું નામ શા માંટે પૂછે છે?” અને પછી તે સમયે પેલી વ્યકિતએ યાકૂબને આશીર્વાદ આપ્યા.
30 એટલા માંટે યાકૂબે તે જગ્યાનું નામ પનુએલ પાડયું. યાકૂબે કહ્યું, “આ જગ્યાએ મેં દેવના પ્રત્યક્ષ દર્શન કર્યા છે. પરંતુ માંરો જીવ બચી ગયો.” 31 જેવો તે પનુએલ આગળથી પસાર થયો કે, તરત જ સૂર્યોદય થયો. યાકૂબ પોતાના પગને કારણે લંગડો ચાલતો હતો. 32 એટલા માંટે આજે પણ ઈસ્રાએલના લોકો પ્રાણીની જાંઘના સાંધાનો સ્નાયુ ખાતા નથી. કારણ કે યાકૂબની જાંઘના સાંધાના સ્નાયુ પર તેણે ઈજા પહોચાડી હતી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International